Aankh maari ughde tyan sitaram dekhun,
Dhanya marun jivan krupa eni lekhun.
Ram Krushna Ram Krushna rasna uchchare,
Harino aanand mare antar aawe.Aankh maari …
Prabhuna vicharo maare adhalak naany,
Gaavun maare raat din Ramnu ganun Aankh maari …
Ramayan Gita maari antar aankhon
Hari-e didhi che mane udvaane paankho… Aankh maari
Prabhunaa bhakto maara sagaa ne sambhandhi
Chhuti granthi tuti maari mayani bandhi…Aankh maari…
Shudhha bhakti vadhe maari purnima jevi
Sahu bhakto ashish sada dejo evi…Aankh maari …
Jene re shree ram charan rasa chakhyo
Ene re sansarino mithya kari nakhyo…Aankh maari …
Je ras dhruv, prhalade re chakhyo
E ras ambrishe hrudiyama rakhyo…Aankh maari …
E rasne jane chhe sukhdev jogi
Kaik jane che pelo narsaiyo bhogi…Aankh maari …
આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે,
હરીનો આનંદ મારે અંતર આવે. આંખ મારી…
પ્રભુ ના વિચારો મારે અઢળક નાણું,
ગાવું મારે રાત દિન રામ નું ગાણું. આંખ મારી…
રામાયણ ગીતા મારી અંતર આંખો,
હારી-એ દીધી છે મને ઉડવાની પાંખો. આંખ મારી…
પ્રભુના ભક્તો મારા સગા ને સંબંધી
છૂટી મારી ગ્રંથિ તૂટી મારી માયા ની બંધી. આંખ મારી…
શુદ્ધ ભક્તિ વધે ઈ પૂર્ણિમા જેવી
સહુ ભક્તો આશિષ સદા દેજો એવી. આંખ મારી…
જેને રે શ્રી રામ રસ ચાખ્યો
એને રે સંસરીનો મિથ્યા કરી નાખીયો. આંખ મારી …
જે રસ ધ્રુવ, પ્રહલાદે રે ચાખ્યો
એ રસ અંબરીશે હૃદિયા માં રાખિયો. આંખ મારી …
એ રસને જાણે છે સુખદેવ જોગી
કૈક જાણે છે પેલો નરસૈંયો ભોગી. આંખ મારી …